17 April, 2018
હોળી ઉત્સવ | ઘુળેટીનો માહોલ
તાલુકા શાળા – ૩ ,કન્યા શાળા ભાણવડ ખાતે યોજાયો હોળી ઘુળેટીનો માહોલ . વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉજવ્યો હોળી ઉત્સવ. આજે તા.ર૮ મી ફેબ્રુઆરી ના રોજ વિજ્ઞાન દિવસની સાથે સાથે શાળામાં સુંદર હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ રંગ ગુલાલ સાથે વાતાવરણને સુંદર બનાવી દીઘું.તમામ ઘો.૧ થી ૮ની તમામ બાળાઓ અને શિક્ષકોએ ખુબ જ હોશભેર હોળી ગીતો સાથેઆનંદ માણ્યોઅને વાતાવરણને રંગોથી રંગીન બનાવી દીઘું.
વિજ્ઞાન દિવસની ઉજવણી | Science Day
તા.ર૮ મી ફેબ્રુઆરી | આજ રોજ કન્યા શાળા ભાણવડ તાલુકા શાળા - ૩ ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રથમ સેસનમાં સૌ પ્રથમ શાળાની પ્રાર્થનામાં આજના દિવસનું મહત્વ અને શા માટે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આાવે છે ? તે માટે તમામ વિદ્યાર્થીઓને એક પાંચ મિનિટનો ઓડીયો સંભળાવવામાં આવ્યો. જેનાથી તમામ વિદ્યાર્થી આ દિનથી માહિતગાર થયા.ત્યાર બાદ આ શાળાના ઉત્સાહી વિજ્ઞાન શિક્ષિકા બેન શ્રી ચાર્મિબેન ૫ટેલ દ્વારા ઘો.૬ થી ૮ ની બાળાઓને એક સુંદર વિજ્ઞાન કિવઝ કોન્ટેસ્ટ કરાવવામાં આવી. જેમાં વિજેતા , રનર્સ અ૫ અને સેકેન્ડ રનર્સ અ૫ના નામ નકકી કરવામાં આવ્યા. ચાર્મિબેન ૫ટેલ ના માર્ગદર્શન હેઠળ ઘો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ સુંદર વિજ્ઞાન કૃતિ તૈયાર કરેલ .જે પ્રદર્શનનું રિબિન કાપીને ઉદઘાટન કોમ્યુનીટી કેરના શ્રી પ્રકાશભાઇ ગાંગાણી તથા તેઓની સાથે હરીશભાઇ ખગ્રામ ઉ૫િસ્થત રહયા. તમામકૃિતઓનું નિદર્શન કરવામાં આવ્યું. શાળાના શિક્ષકો શ્રી અલ્૫ાબેન કડીવાર, શ્રી ભાનુબેન જાવિયા ,શ્રી જશુબેન ઘેટીયા ,શ્રી ભરતભાઇ રાઠોડ ,શ્રી સુભાષભાઇ જોશી દ્વારા આ કૃતિઓ માટે એક થી ત્રણ નંબર આ૫વામાં આવ્યા. ખુબ સુંદર રીતે આજનો દિવસ એરેન્જ કરવા બદલ આ સંસ્થાના વડા શ્રી શંકરસિંહ બારીયાએ તમામ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન શિક્ષિકા બેન શ્રી ચાર્મિબેન ૫ટેલ તથા અન્ય તમામ શિક્ષકોને સહકાર બદલ અભિનંદન આપ્યા હતા.
પ્રાર્થનાસભામાં મોહનબા૫ાનું સન્માન | 12 March
12 માર્ચ | આજે શાળાની પ્રાર્થનાસભામાં મોહનભાઇ કટેશિયા (મોહનબા૫ાનું ) શાલ ઓઢાડી સન્માન કરવાનો મોકો મળ્યો. મોહનભાઇ કટેશિયા એટલે એવી વ્યકિત જે ખોડીયાર ગરબીમંડળમાં અખંડ સેવા થકી પોતાની અમૂલ્ય સેવાનો લાભ બાળાઓને આ૫તા રહયા છે. અમારી શાળાની કુલ ૭૧ જરૂરિયાતમંદ બાળાઓને ૧૦.૩.૧૮ ને શનીવારના રોજ પોરબંદર , રાણાવાવ, રંગબાઇ મંદિર ચો૫ાટી, શનીદેવ હાથલાના દર્શન ૫ોતાના ખર્ચે કરાવવા બદલ શાળાએ આજે તેઓને આભાર ૫ત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરેલ .ખુબ આનંદ થયો આવા ૫રો૫કારી વ્યકિતનું સન્માન કરવા બદલ ..
સાયન્સ ડે કિવઝ કોમ્૫ીટીશનના વિજેતાઓનું સન્માન | 13 March
પ્રાર્થનાસભામાં અમારા સાયન્સના ટીચર ચાર્મીબેન ૫ટેલ દ્વારા સાયન્સ ડે ના દિવસે યોજાયેલ કિવઝ કોમ્૫ીટીશનમાં મેળવેલ એક થી ત્રણ નંબર તથા ઘોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓના યોજાયેલ સાયન્સ પ્રદર્શનમાં એક થી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણ૫ત્ર , તેમજ આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ ૯૦ વિદ્યાર્થીઓને એક - એક પેન આપીને સન્માનિત કરવામાં આવ્યા. સાયન્સના શિક્ષક તથા તમામ નિર્ણાયક સ્ટાફ ને અભિનંદન...
ગુણોત્સવ -8 | શાળાના સામયિકનું ઓપનીંગ | The Messenger
આજે ગુણોત્સવ ના દિવસે શાળામા’ બાળાઓના હસ્તે શાળાનુ’ ઇ મેગેજીન Kanya Shala Bhanvad The Messenger નુ’ ઓપની’ગ બાળાઓના હસ્તે કરવામા’ આવ્યુ’. આ અંક દર માસના પ્રથમ વીકમાં પ્રસિઘ્ઘ કરવામાં આવશે. શાળાની શૈક્ષણિક તથા સહ શૈક્ષણિક પ્રવૃતિઅો તથા બાલિકાઅોએ કરેલ સર્જનથી આ અંક તૈયાર કરવામાં આવશે એવું નકકી થયું. શાળાનો સ્ટાફ અને બાળકોના સંકલનથી આ અંક તૈયાર કરવામાં આવશે. બાલિકાઅો તથા વાલીઅો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો.
Subscribe to:
Posts (Atom)



















