તાલુકા શાળા – ૩ ,કન્યા શાળા ભાણવડ ખાતે યોજાયો હોળી ઘુળેટીનો માહોલ . વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉજવ્યો હોળી ઉત્સવ. આજે તા.ર૮ મી ફેબ્રુઆરી ના રોજ વિજ્ઞાન દિવસની સાથે સાથે શાળામાં સુંદર હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ રંગ ગુલાલ સાથે વાતાવરણને સુંદર બનાવી દીઘું.તમામ ઘો.૧ થી ૮ની તમામ બાળાઓ અને શિક્ષકોએ ખુબ જ હોશભેર હોળી ગીતો સાથેઆનંદ માણ્યોઅને વાતાવરણને રંગોથી રંગીન બનાવી દીઘું.
