17 April, 2018

ગૃપ ફોટો | વર્ષ ૨૦૧૭ - ૧૮


હોળી ઉત્સવ | ઘુળેટીનો માહોલ

તાલુકા શાળા – ૩ ,કન્યા શાળા ભાણવડ ખાતે યોજાયો હોળી ઘુળેટીનો માહોલ . વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉજવ્યો હોળી ઉત્સવ. આજે તા.ર૮ મી ફેબ્રુઆરી ના રોજ વિજ્ઞાન દિવસની સાથે સાથે શાળામાં સુંદર હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ રંગ ગુલાલ સાથે વાતાવરણને સુંદર બનાવી દીઘું.તમામ ઘો.૧ થી ૮ની તમામ બાળાઓ અને શિક્ષકોએ ખુબ જ હોશભેર હોળી ગીતો સાથેઆનંદ માણ્યોઅને વાતાવરણને રંગોથી રંગીન બનાવી દીઘું.

વિજ્ઞાન દિવસની ઉજવણી | Science Day

તા.ર૮ મી ફેબ્રુઆરી | આજ રોજ કન્યા શાળા ભાણવડ તાલુકા શાળા - ૩ ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રથમ સેસનમાં સૌ પ્રથમ શાળાની પ્રાર્થનામાં આજના દિવસનું મહત્વ અને શા માટે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આાવે છે ? તે માટે તમામ વિદ્યાર્થીઓને એક પાંચ મિનિટનો ઓડીયો સંભળાવવામાં આવ્યો. જેનાથી તમામ વિદ્યાર્થી આ દિનથી માહિતગાર થયા.ત્યાર બાદ આ શાળાના ઉત્સાહી વિજ્ઞાન શિક્ષિકા બેન શ્રી ચાર્મિબેન ૫ટેલ દ્વારા ઘો.૬ થી ૮ ની બાળાઓને એક સુંદર વિજ્ઞાન કિવઝ કોન્ટેસ્ટ કરાવવામાં આવી. જેમાં વિજેતા , રનર્સ અ૫ અને સેકેન્ડ રનર્સ અ૫ના નામ નકકી કરવામાં આવ્યા. ચાર્મિબેન ૫ટેલ ના માર્ગદર્શન હેઠળ ઘો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ સુંદર વિજ્ઞાન કૃતિ તૈયાર કરેલ .જે પ્રદર્શનનું રિબિન કાપીને ઉદઘાટન કોમ્યુનીટી કેરના શ્રી પ્રકાશભાઇ ગાંગાણી તથા તેઓની સાથે હરીશભાઇ ખગ્રામ ઉ૫િસ્થત રહયા. તમામકૃિતઓનું નિદર્શન કરવામાં આવ્યું. શાળાના શિક્ષકો શ્રી અલ્૫ાબેન કડીવાર, શ્રી ભાનુબેન જાવિયા ,શ્રી જશુબેન ઘેટીયા ,શ્રી ભરતભાઇ રાઠોડ ,શ્રી સુભાષભાઇ જોશી દ્વારા આ કૃતિઓ માટે એક થી ત્રણ નંબર આ૫વામાં આવ્યા. ખુબ સુંદર રીતે આજનો દિવસ એરેન્જ કરવા બદલ આ સંસ્થાના વડા શ્રી શંકરસિંહ બારીયાએ તમામ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન શિક્ષિકા બેન શ્રી ચાર્મિબેન ૫ટેલ તથા અન્ય તમામ શિક્ષકોને સહકાર બદલ અભિનંદન આપ્યા હતા.